કેન્દ્રશાસિત પોંડિચેરીમાં રાજકીય કટોકટી – મુખ્યપ્રધાન નારાયણસામી અને લેફટનન્ટ ગવર્નર કિરણ બેદી – આમને- સામને

0
697

 

Reuters

પોંડિચેરીના મુખ્યપ્રધાન નારાયણ સામીએ રાજયપાલ કિરણ બેદીની કાર્યશૈલી અંગે ઊહાપોહ અને વિરોધ પ્રગટ કર્યો હતો. દક્ષિણના રાજ્યોના નાણાંપ્રધાનોની બેઠકમાં તેમણે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. તેઓ મુખ્યપ્રધાનપદની સાથે સાથે નાણાખાતાનો પણ અખત્યાર ધરાવે છે. રાજ્યના દરેક કાર્ય પર, દરેક ફાઈલ પર પોતાની પરવાનગીની મહોર હોવી જ જોઈઓ , એવો આગ્રહ રાજ્યપાલ કિરણ બેદી રાખી રહ્યા છે. તેઓ રાજ્ય સરકારના દરેક કાર્યમાં કે નિર્ણયમાં હસ્તક્ષેપ કરી રહ્યા હોવાનું નારાયણ સામીએ જણાવ્યું હતું. રાજ્યના દરેક પ્રશાસનિક નિર્ણય માટે તેમની અનુમતિ અનિવાર્ય હોવાનું રાજ્યપાલ માની રહ્યો હોવાની વાત નારાયણ સામીએ કરી હતી.