

જુનિયર કમિશન્ડ ઓફિસરો( જેસીઓ) સહિત સશસ્ત્ર સુરક્ષા દળોના આશરે એક લાખ જવાનો માટે ઉચ્ચતર સૈન્ય સેવા વેતનની (એમએસસી) લાંબા સમયથી અટકેલી માગણીઓ નકારી કાઢી હતી. કેન્દ્રીય નાણા મંત્ર્યાલયના આવા ફેંસલાથી થલસેના ( ભૂમિદળ) ના જવાનોમાં રોષ અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. આથી તેઓ ઉપરોક્ત નિર્ણય પર સમીક્ષા કરવા અનુરોધ કરશે. 87,646 જેસીઓ તેમજ નૌકાદળ અને વાયુદળના 25,434 જવાનો સહિત કુલ એક લાખથી વધુ લશ્કરી જવાનો પર કેન્દ્રના નિર્ણયની અસર થશે. સૈનિકોની વિશિષ્ટ સેવા સ્થિતિઓ તેમજ તેમની તકલીફોને લક્ષમાં રાખીને સશસ્ત્ર દળો માટે એમએસપીની શરૂઆત કરવામાં આવી હતી.