કેન્દીયપ્રધાન અને ભાજપના નેતા સંજય પાસવાન દાવો કરે છેઃ ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની બહુ જલ્દી ભાજપમાં પ્રવેશ કરશે

0
1195

કેન્દ્રના પ્રધાન સંજય પાસવાને એવો દાવો કર્યો હતોકે, ક્રિકેટ જગતના મહાન ખેલાડી અને અજોડ વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોની  ઠૂકસમયમાં જ ક્રિકેટની રમતમાંથી સંન્યાસ લઈને ભાજપમાં શામેલ થઈ જશે.. જેરીતે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં શામેલથાયા હતા, તે જરીતે ધોની પણ ભાજપમાં એન્ટ્રી લેશે. ગોતમ ગંભીર તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને દિલ્હીની સંસદીય બેઠક પરથી જીત મેળવીને તેઓ સૌપ્રથમવાર સંસદસભ્ય બન્યા  હતા. પાસવાને વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં સાહિત્ય, શિક્ષણ, કલા અને ફિલ્મજગતની વ્યક્તિઓ શામેલ થાય એના પર અમે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.જેઓ સમાજ માટે રોલ મોડેલ છે એવી વિશિષ્ટ વ્યક્તિઓ ભાજપમાં આવે એવું અમે ઈચ્છીએ છીએ. ભૂતકાળમાં ભાજપના પ્રમુખ અમિત શાહે મહેન્દ્રસિંહ ધોનીની મુલાકાત લીધી હતી. તેમમએ ધોનીને ભાજપની સિધ્ધિઓથી માહિતગાર કર્યા હતા.