કેનેડાસ્થિત કચ્છી મહિલાએ વીરાયતન રાજગીરને શિક્ષણ માટે આપ્યું ૫.૮૦ કરોડનું દાન

 

ભુજઃ કેનેડાસ્થિત કચ્છી મહિલા અગ્રણી લતાબહેન ચાંપશીએ બિહારના રાજગીરમાં વીરાયતન દ્વારા નિર્માણ પામતી શૈક્ષણિક સંસ્થાને એક મિલિયન કેનેડિયન ડોલર એટલે કે અંદાજે ૫.૮૦ કરોડ ભારતીય રૂપિયાનું દાન જાહેર કર્યું છે. બિહારમાં મહાવીર સ્વામીનું જન્મસ્થળ છે, ત્યાંથી ૪૦ કિમી દૂર આ પ્રોજેક્ટ નિર્માણ પામશે. આચાર્યા ચંદનાજીએ ‘જૈના’ને કરેલી અપીલને પગલે આ પ્રોજેક્ટ માટે લતાબહેને નોંધનીય ફાળો આપ્યો છે. લતાબહેને કેનેડામાં પણ સામાજિક સેવા ક્ષેત્રે યોગદાન આપી નામના મેળવી છે. તેઓ કેનેડાના મહાનગર ટોરન્ટોમાં વસે છે. તેમનો જન્મ કચ્છી જૈન વેપારી પિતાને ત્યાં કોલકાતામાં થયો હતો. પતિની સાથે લતાબહેન કેનેડા આવ્યાં, તેઓના રીઅલ એસ્ટેટના વ્યવસાયમાં સાથે જોડાયા હતા. કચ્છના ધરતીકંપ વખતે પણ તેમનું સારું યોગદાન રહ્યું છે.