કેનેડામાં ભારતીય નાગરિકોનું ચીન સામે વિરોધ પ્રદર્શન સાથે આ દેશના લોકો પણ જોડાયા

 

ટોરન્ટોઃ ચીન આજે દુનિયા પર પોતાની હકુમત લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે એવામાં ચીનનો ઘણાં દેશો વિરોધ કરી રહ્યાં છે અને ઘણાં દેશો સાથે ચીનનાં સંબંધો પણ ખરાબ થઈ ચૂક્યા છે. ચીનના વુહાન શહેરમાંથી પ્રસરેલ કોરોના મહામારીએ દુનિયામાં એવો કહેર વકર્યો કે જેથી દુનિયામાં લગભગ ૧,૪૬,૬૪,૦૫૯ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૬ લાખથી વધુ લોકોનાં મોત થયા છે. અને આજ કારણ છે કે લોકો ચીન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેનેડાનાં ટોરન્ટો શહેરમાં સોમવારે ઘણા દેશોએ ભારતીય સમુદાયના નાગરિકો સાથે એકત્રિત થઈને ચીન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 ચીનની મંશા શું છે તે સમગ્ર દુનિયા સમક્ષ આવી ગઈ છે જેથી ટોરન્ટોમાં ચાઈનીઝ કન્સ્યુલેટની બહાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ટોરન્ટોનાં સ્થાનિક લોકો અને સાથે બીજા દેશનાં લોકો પણ આમાં સામેલ હતા. તમને જણાવી દઈએ કે માત્ર ટોરન્ટોમાં જ નહિ તમામ ભારતીય નાગરિકો જે વિદેશમાં છે તેઓ દ્વારા ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં પણ ચીન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. ટોરન્ટોમાં થયેલા વિરોધનું એક કારણ એ પણ છે કે હાલ જ ઈરાન અને ચીન બંને દેશો વચ્ચે કરારો થયા છે જેનાથી લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કેનેડામાં પણ જેવી રીતે કોરોના વાઇરસ વકર્યો તેનાથી કેનેડા ચીનથી નારાજ છે. સામાન્ય રીતે જોઈએ તો વિશ્વનાં ઘણાં નાના-મોટા દેશો ચીનથી નારાજ છે અને તેના વિરોધમાં છે.

તમને જણાવી દઈએ કે ચીને કોરોનાનો લાભ લઈને ઘણાં દેશોમાં ઘુસણખોરી કરીને પોતાનો દાવો કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી ચીનની પોલ દુનિયા સામે ખુલી ગઈ છે. ભારત અને ચીન વચ્ચે પણ ૫ જૂન સોમવારે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ચીનનાં દગાબાજ સૈનિકોએ ભારતીય સૈન્ય પર હમલો કર્યો હતો. અને ભારતીય ૨૦ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારતીય સૈન્ય વાતચીત કરવા ગઈ હતી જેમાં ચીનનાં સૈનિકોએ ભારતીય સૈનિકોને ઘેરીને હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં દેશનાં ૨૦ જવાનો શહીદ થયા હતા પરંતુ દેશનાં જવાનોએ પણ ચીની સૈનિકોનો ખડેપગે મુકાબલો કરીને ચીનનાં બે ગણા સૈનિકોને ઠાર માર્યા હતા. ચીને હજી પણ પોતાના સૈનિકોના મોતનાં આંકડા જાહેર કર્યા નથી. દેશમાં ચીનને લઈને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થયા અને દેશમાંથી ટીકટોક સહિત ૫૯ ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. અમેરિકાએ પણ ભારતનાં માર્ગ પર ચાલતા ચીન સાથે ઘણા કરારો રદ કર્યા હતા.