કેનેડામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે

.

 

અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કેનેડાની ટીમ દ્વારા ગુજરાતના દીકરા દીકરીઓ માટે કેનેડામાં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોઇપણ સમાજની કોઇપણ વ્યક્તિ કેનેડાની કોઈપણ યુનિવર્સિટીમાં અભ્યાસ સાથે જતી હોય કે નોકરી – ધંધા અર્થે જતી હોય અને જો તેમને કેનેડામાં કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો તેમણે અમદાવાદખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી છે. 

અમારી કેનેડાની ટીમે કેનેડાની દરેક યુનિવર્સિટીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ કરી દીધેલ છે. જે તે યુનિવર્સિટીમાં જે કોઈ અભ્યાસ માટે જાય અને તેને જો મદદની જરૂર હોય અને અગાઉથી તેની જાણ સંસ્થાને કરવામાં આવે તો જે તે યુનિવર્સિટીના સ્શ્જ્ના બ્રાન્ડ એમ્બેસેડર તેને એરપોર્ટથી લાવવા, તેના રહેવાની-જમવાની તમામ વ્યવસ્થા કરી આપવામાં મદદરૂપ થાય છે. આ બાબતની જાણ દરેકે પોતાના સમાજમાં કરવી અને જરૂર પડે વિશ્વ ઉમિયા ધામનો સંપર્ક કરવો, આર. પી. પટેલ, પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.