કેનેડામાં કેરાલી, પંજાબી અને ગુજરાતી ભોજન સેવાનો પ્રારંભ

ટોરોંન્ટો: કેનેડામાં ભારતમાંથી આવનારા વસાહતીઓની સંખ્યા વિક્રમસર્જક બની રહેતા ટોરોંટો સ્થિત સ્ટાર્ટ-અપ્સે ટીફીન સર્વિસ શરૂ કરી છે તેનું નામ પમ્પકીન-કાર્ટ તેવું આપ્યું છે, પરંતુ સાદી ભાષામાં તે ટિફિન સર્વિસ તરીકે જ ઓળખાય છે ૨૦૨૦ના મે મહિનાથી શરૂ કરવામાં આવેલી આ ટીફીન સર્વિસ ઘણા પ્રકારની વાનગીઓ તેના ગ્રાહકોને પૂરી પાડે છે તેમાં કેરળ, પંજાબી અને ગુજરાતી વાનગીઓ મુખ્યત્વે રહેલી છે. આ પમ્પકીન કાર્ટ કંપનીના CEO ફીલીપ કોરૈય્યાના મતે આ પ્રકારની સેવા માટેનો આ યોગ્ય સમય છે. અત્યારે તો તે ગ્રેટર ટોરેન્ટો પૂરતી જ મર્યાદિત છે. ટોરોંટોની અર્ધોઅર્ધ વસ્તી વસાહતીઓની છે તે પૈકી અર્ધોઅર્ધ ભારતીય મુળ ધરાવે છે તો આ ગુ્રપે વિવિધ રેસ્ટોરાંનો સંપર્ક સાધે છે તેના ખોરાકને હેલ્થકેર સર્ટિફિકેટ મળ્યું છે તેની પણ ચોક્કસાઈ રાખે છે તેમની સાથે સંકલન સાધવામાં આવ્યું છે. અને ત્યાં ભોજન બનાવી બીજા દિવસે ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે. કોરૈયાએ કહ્યું હતું કે, ભવિષ્યમાં ગ્રેટર ટોરન્ટો એરિયાથી પણ આગળ વિસ્તારવામાં આવશે તેમણે તે માટે માસિક દરે પણ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી છે વાસ્તવમાં મે ૨૦૨૨થી આ યોજનાને તેઓ મુંબઈના ડબ્બાવાળાની પદ્ધતિ સાથે સરખાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here