કેનેડાના વિઝા સેવા બંધ કરવાનો ભારતનો નિર્ણય

નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે તણાવને જોતા ગુરુવારે ભારત તરફથી વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ભારતે કેનેડાની વિઝા સેવાઓને સસ્પેન્ડ કરી દીધી છે. કેનેડાથી ભારત આવતા કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બીએલએસ ઈન્ટરનેશનલ વેબસાઈટના હવાલેથી આ સમાચાર આવી રહ્યા છે. વેબસાઈટ પર રીતસરની નોટિસ પણ લગાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી કેનેડાથી ભારત માટે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આગામી આદેશ સુધી આ સેવાઓ સસ્પેન્ડ કરી દીધી છે. જે અંતર્ગત જે કેનેડાથી વિઝા લઈને ભારત આવવા માગે છે, તેમના માટે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરી દીધી છે.
નોટિસમાં લખ્યુ છે કે, ભારતીય મિશનથી મહત્વપૂર્ણ સૂચના: પરિચાલન કારણોથી, 21 સપ્ટેમ્બર 2023થી ભારતીય વિઝા સેવાઓએ આગામી સૂચના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
અહીં ઉલ્લેખનિય છે કે, કેનેડામાં વધતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજનીતિક રુપથી સમર્થિત ધૃણા અપરાધો અને ગુનાહિત હિંસાને જોતા ભારતે બુધવારે પોતાના જ નાગરિકો અને ત્યાંની યાત્રા પર વિચાર કરી રહેલા પોતાના નાગરિકોને વધારે સાવધાની રાખવા માટે સૂચના જાહેર કરી હતી.
જૂનમાં ખાલિસ્તાની અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંલિપ્તતા કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપ બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશની વચ્ચે વિદેશ મંત્રાલય તરફથી આ પરામર્શ આવ્યો છે.
કેનેડામાં ખાલિસ્તાનીઓને ISI કરી રહ્યું છે ફંડિંગ, ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસોઃ એવી માહિતી પણ સામે આવી છે કે જે વિદ્યાર્થીઓ કેનેડાથી ભારત પરત ફરવા માંગતા નથી તેમનો ઉપયોગ ખાલિસ્તાની ગ્રુપો દ્વારા ભારત અને કેનેડામાં ભારતીય હાઈ કમિશન સામે વિરોધ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
ખાલિસ્તાની આતંકીઓને સંરક્ષણ આપવાને લઇ આંતરરાષ્ટ્રીય સ્તર પર કેનેડા સરકારની છબી ખરડાઇ રહી છે. ત્યાં જ ભારત સાથે સંબંધોમાં ખટાસ પણ વધી રહી છે. આ દરમિયાન ગુપ્તચર સૂત્રો પાસેથી આશ્ચર્યજનક માહિતી સામે આવી છે કે, કેનેડામાં ખાલિસ્તાની તત્વ, વિશેષરૂપે લિબરલ પાર્ટી અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી વેનકંૂવરમાં પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસેઝ ઇંટેલિજેંસ (આઇએસઆઇ) એજન્ટો પાસેથી નિયમિતરૂપે ફંડિંગ પ્રાપ્ત કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, ખાલિસ્તાની તત્વ ‘ઇમિગ્રેશન’ના નામ પર વિદ્યાર્થીઓ પાસે પૈસા લઇ રહ્યા છે અને તેનો ઉપયોગ ‘ભારત વિરોધી પ્રચાર’ માટે કરી રહ્યા છે.
જોકે વૃદ્ધ કેનેડિયનો ખાલિસ્તાની ગ્રુપોને સમર્થન આપવાના પક્ષમાં નથી. પરંતુ નવા ગ્રુપો પોતાના ફાયદા માટે તેમની સાથે સાંઠગાંઠ કરી રહ્યા છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે 2021 માં નવી દિલ્હીમાં મુખ્ય ફાર્મર બિલ પર ખેડૂતોના વિરોધને કેનેડિયન અને પાકિસ્તાની સરકારો દ્વારા સમર્થિત ખાલિસ્તાની તત્વો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
હકીકતમાં 2021 માં પ્રજાસત્તાક દિવસ પર લાલ કિલ્લાનાં પોલ પર ચઢી શીખ પ્રદર્શનકારીઓ દ્વારા લહેરાવવામાં આવેલા ધાર્મિક ધ્વજમાં કેનેડિયનોનો હાથ હતો. ભારત વિરોધી પ્રચાર ફેલાવનારાઓએ ભારતમાં, ખાસ કરીને પંજાબમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે ડ્રગ્સના બંધાણીઓની પણ ઓળખ કરી છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અનુસાર, ખાલિસ્તાની ગ્રુપો હવે કેનેડામાં ટ્રુડો સરકારના નિયંત્રણની બહાર છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે કેનેડામાં ખાલિસ્તાની જૂથ વાણિજ્ય દૂતાવાસને બંધ કરવાની માંગ કરી રહ્યું છે. ટ્રુડોએ સંસદમાં ભારત પર જૂનમાં કેનેડાના ઉપનગરમાં પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. નિજ્જર ભારતમાં વોન્ટેડ આતંકવાદી હતો અને તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી.