કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી ઓફ કેનેડાએ ચૂંટણીમાં જીત હાંસલ કરીને સત્તાના સૂત્રો સંભાળ્યા — 

0
827

જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને ચૂંટણીમાં બહુમતી મળી નથી. તેમનો પશ્ર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. લિબરલ પાર્ટીએ માત્ર 157 બેઠકો જીતી છે. સરકાર ચલાવવા – બહુમતી માટે કુલ 170 બેઠકોની આવશ્યકતા હોય છે. પરંતુ લિબરલ પાર્ટી પાસે 13 બેઠકો ઓછી છે. વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીને 121 બેઠકો પર જીત મળી છે. ડાબેરી વિચારઘારા ધરાવતી ન્યુ ડેમોક્રેટિક પાર્ટીને 24 બેઠકો પર જીત મળી હતી. આ પાર્ઠીના નેતા ભારતીય મૂળના જગમીત સિંહ સરકાર માટે કિંગમેકર તરીકે સાબિત થયા છે. આ ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. જેના પરિણામોએ સુખદ આશ્ચર્ય સર્જયું છે. આ ચૂંટણીમાં કેનેડાની સંસદમાં 18 બેઠકો પંજાબી ઉમેદવારોએ જીતી છે. 

    લીબરલ પાર્ટીની સરકાર સત્તા પર આવવાથી ભારતીય ઈમિગ્રાન્ટોને રાહત થઈ છે. જો કન્ઝર્વેટિવ પાર્ટીએ સત્તાના સૂત્રો અખત્યાર કર્યા હોત તો સ્ટુડન્ટ વિઝા માટે ભારતીય વિધ્યાર્થીઓને બહુજ મુશ્કેલી પડત. ઈમિગ્રેશન માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હોત. પણ સદભાગ્યે લિબરલ પાર્ટીએ પુન શાસનની ધુરા સંભાળી. ટ્રુડોએ વડાપ્રદાનનું પદ સંભાળ્યા બાદ પ્રથમ વરસે જ 80 હજાર સ્ટુડન્ટ વિઝા રિલિઝ કરવામાં આવ્યા હતા. અત્યારે 2019માં એ સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી ગઈ છે. લિબરલ પાર્ટી ઈમિગ્રાન્ટ માટે નરમ અને સહાનુભૂતિપૂર્ણ વલણ રાખે છે