કેનેડાનાં અગ્રણી મુકુંદ પુરોહિતની ગુજરાત ભાજપ અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત

 

અમદાવાદઃ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા મોનીટોબા (કેનેડા) સ્થિત ભારતીય કેનેડીયન ઉદ્યોગપતિ અને અગ્રણી મુકુંદ પુરોહિતે ગાંધીનગર (કોબા) સ્થિત ભાજપ મુખ્ય કાર્યાલય ‘કમલમ્’ ખાતે નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને મળ્યા હતા. સી. આર. પાટીલ સાથેની મુલાકાત દરમિયાન તેઓએ કેનેડામાં વસતા ગુજરાતીઓની સ્થિતિ અને ગુજરાતી સમુદાયો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત કેનેડામાં વસતા ગુજરાતી વિદ્યાર્થીઓને કોરોના કાળમાં ગુજરાતી સમુદાયો તરફથી સહાય અંગે માહિતી આપી હતી. 

મુકુંદ પુરોહિતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિત ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, યુવા નેતા ડો. ઋત્વિક પટેલ, સુધાંશુ મહેતા, સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્ય મનીષાબહેન વકીલ, સંગીતા પાટીલ, પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ (મામા) સહિત અનેક અગ્રણીઓની મુલાકાત લીધી હતી. 

કેનેડામાં નીઓપોલીટીન પીઝા અને ઇમિગ્રેશન વ્યવસાય સાથે સંકળાયેલા મુકુંદ પરિોહિતે ભાજપ અગ્રણીઓને કેનેડામાં વસતા ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવા તમામ સહકારની રજૂઆત કરી હતી. અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને કેનેડામાં ગુજરાતી સમુદાય સાથે મુલાકાત કરવા આમંત્રણ પાઠવ્યું હતું. મુકુંદ પુરોહિત સાથે વિશ્વ ગુજરાતી સમાજના મંત્રી દિગંત સોમપુરા પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here