કેદારનાથ મંદિરમાં વિક્રમી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા

સોનપ્રયાગ: ઉત્તર ભારતના હવામાનમાં ગમે ત્યારે પલટો આવે છે અને એનાથી પવિત્ર યાત્રાધામના સ્થળોમાં અવર-જવર કરવામાં સૌથી મોટો અવરોધ આવે છે. કેદારનાથ સહિત ચારધામની યાત્રા ચાલુ થયા પછી સૌથી વધુ લોકોએ બાબાના દર્શન કર્યા હતા. જોકે બે ત્રણ દિવસથી રાત્રે રંગબેરંગી રોશનીથી મંદિરનો નજારો વધુ દિવ્ય લાગ્યો હતો. મંદિર ટ્રસ્ટના અધિકારીએ કહ્યું હતું કે સોમવારે ૧૩,૪૯૮ પુરૂષ, ૮,૫૨૫ મહિલા અને ૪૦૪ બાળક સામેલ હતા. ધામમાં દ્વાર ખુલ્યા બાદ અત્યાર સુધીમાં કુલ ૩.૧૧ લાખ ભક્તોએ દર્શન કર્યા છે. સોનપ્રયાગથી કુલ ૧૭,૪૩૫ શ્રદ્ધાળુઓને કેદારનાથ મોકલવામાં આવ્યા હતા. સેક્ટર મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે દિવસભર વાતાવરણ સામાન્ય રહ્યું હતું. આરોગ્ય વિભાગે સોનપ્રયાગથી કેદારનાથ સુધીના ૧૯૦૦ શ્રદ્ધાળુના સ્વાસ્થ્યની તપાસ કરી અને તેમની સારવાર કરી. ચીફ મેડિકલ ઓફિસર ડો. એચસીએસ મારતોલિયાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ ૧૫ મુસાફરને એરલિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી છને ઋષિકેશ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.