
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલને આંચકો આપતા એક ઘટનાક્રમ માં ચૂંટણી પંચે ઓફીસ ઓફ પ્રોફીટ (લાભના પદ) ધરાવતા આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ભલામણ કરી છે. ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ભલામણ મોકલી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સંસદીય સચિવ હોવાના કારણે આપના ધારાસભ્યો લાભના પદ પર હતા, એટલા માટે દિલ્હી વિધાનસભાના ધારાસભ્યો તરીકે તેઓ ગેરલાયક ઠરે છે. આવી ભલામણ સામે સાત ધારાસભ્યોએ દિલ્હી હાઇકોર્ટમાં તત્કાલ સુનાવણીની માગણી કરી છે. જો 20 ધારાસભ્યો ગેરલાયક ઠરે તો પણ દિલ્હી સરકાર સામે ખતરો નથી કારણ કે આપના 65 ધારાસભ્યો છે. 20 ધારાસભ્યો ગેરલાયક ઠરે તો 45 સભ્યો સાથે તેની બહુમતી રહેશે.