કેગ(કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ) નો અહેવાલ કહે છેઃ ભારતીય રેલવેની હાલત છેલ્લા 10 વરસમાં સૌથી નિમ્ન સ્તરે પહોંચી છે…

0
1213

        કેગના અહેવાલ અનુસાર, ભારતીય રેલવેની આવક ભયજનક રીતે ઘટી રહી છે.. ઉદાહરણ તરીકે, રેલવેતંત્ર 100 રૂપિયા કમાવા માટે 98. 44 રૂપિયાનો ખર્ચ કરે છે. અર્થાત્ નૂરભાડું, યાત્રીભાડુ, સ્ટોલ ભાડું તેમજ અન્ય સેવાઓ આપ્યા બાદ પણ ભારતીય રેલવતંત્રની આવક 12 ટકા જેટલી પણ નથી. સંસદમાં રજૂ થયેલા કેગના અહેવાલ અનુસાર, રેલવેનો આવકનો વૃધ્ધિ દર ઘણો જ નીચો છે. રેલવેની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પોતાના અહેવાલમાં રેલવેતંત્રને સખત ચેતવણી આપવાની સાથે સાથે કેગ દ્વારા કેટલાક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. કેપિટલ લોસમાં કાપ મૂકવા પર ભાર અપાયો છે. બજારમાંથી મળતા ફંડનો પૂરતો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.