કૃષ્ણા અભિષેક અને ભારતીનો નવો કોમેડી શો ટૂંક સમયમાં આવી રહ્યોછે…

0
872

કપિલ શર્માના હાલમાં જ રજૂ કરાયેલો કોમેડી શોને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં સોની ટીવી પર કપિલના અગાઉના શોને પુન પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. ફેમિલી ટાઈમ વિથ કપિલ શોને દર્શકો તરફથી ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. પ્રેક્ષકોને આ શોમાં હાસ્ય  કરતાં ગેઈમ શોનું કન્ટેન્ટ વધારે દેખાતા તેઓએ કપિલના શોને નકારી કાઢયો હતો. હવે આ શોના સ્થાને જાણીતા કોમેડિયનો કૃષ્ણા અને ભારતીનો શો આવી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. કૃષ્ણાએ કપિલની પ્રશંસા કરતાં કહ્યું હતું કે,કપિલ ભારતનો પ્રથમ નંબરનો સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તે ખૂબ સારો અભિનય કરે છે. હાલમાં તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોવાથી એ હતાશાનો અનુભવ કરી રહ્યો છે. તે જલ્દીથી સાજો થઈને ફરી કામ કરતો થઈ જાય એ માટે હું ભગવાનને પ્રર્થના કરું છું.