કૃષિ વિધેયક પર લોકસભામાં વિપક્ષ અને મોદી સરકાર વચ્ચે હોબાળો ચાલુ 

 

   મોદી સરકારે કૃષિ સંબંધિત નવો કાનૂન લોકસભામાં રજૂ કર્યો ત્યારથી દેશભરમાં એ કાનૂન ખેડૂત વિરોધી હોવાનો નારો બુલંદ કરવામાં આવી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં એ કાનૂનના વિરોધમાં પ્રદર્શનો અને મોરચાઓ યોજાઈ રહ્યા છે. જોકે વિપક્ષના વિરોધની પરવા કર્યા વિના મોદી સરકારે રાજયસભામાં કૃષિબિલ સાથે જોડાયેલું ત્રીજું બિલ પણ પસાર કરાવી લીધું હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. અનાજ, ખાદ્યતેલ, ડુંગળીબટાટાનેઅઆવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવવાની જોગવાઈવાળા વિધેયકને મંજૂરી આપી દેવામાં આવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જણાવ્યું હતું કે, જયાં સુધી કૃષિ બિલોને પાછા ખેંચી નહિ લેવાય ત્યાં સુધી તેઓ મોનસુન સત્રનો બહિષ્કાર કરશે. ગત સપ્તાહમાં વિરોધ પક્ષના સંસદોએ રાજ્યસભામાં કૃષિ બિલની વિરુધ્ધમાં ખૂબ ધમાલ કરી હતી. જેને કારણે સમગ્ર ગૃહમાં અરાજકતા અને અશાતિનું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યસભાના ઉપાધ્યક્ષની  આમન્યા રાખ્યા વિના વિપક્ષના સભ્યોએ જે પ્રકારનો વર્તાવ કર્યો હતો તે અશોભનીય હતો. આથી નિયમ અનુસાર, વિપક્ષના આઠ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.