કૃષિ કાયદા સામે દેશના ઘણા રાજ્યોમાં ભારે વિરોધ સાથે બંધને મિશ્ર પ્રતિસાદ

 

નવી દિલ્હી, લખનૌ, ચેન્નાઇઃ નવા કૃષિ કાયદા સામે કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ દબાણ વધારીને વિવધ રાજ્યોમાં આક્રમક દખાવો કર્યાં હતા. દિલ્હીમાં ઇન્ડિયા ગેટ સામે કટલાંક દખાવકારોએ ટ્રેક્ટર સળગાવી દીધું હતું.

પંજાબના મુખ્યમંત્રી અમરીંદર સિંહેે શહીદ ભગતિસંહની જન્મજયંતિએ એમના ગામમાં ધરણા પર બેઠા હતા. તેમણે કહ્યું કે તેઓ કૃષિ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં જશે. યુપી, હરિયાણા, ગુજરાત, ગોવા, ઓડીશા અને તમિલનાડુમાં પણ દખાવો થયા હતા. ડીએમકેના વડા એમ કે. સ્ટાલિને પણ કહ્યું કે તેમનો પક્ષ નવા કાયદાઓને અદાલતમાં પડકારવા તૈયાર છે. 

કેરળમાં કોંગ્રેસના સાંસદ ટીન પ્રથાપને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી દીધી હતી. પંજાબમાં રેલરોકો આંદોલન જારી રહ્યું હતું. યુથ કોંગ્રેસના કાયર્કરોએ વિવાદાસ્પદ ફાર્મર કાયદા સામે પોતાનો વિરોધ દશાર્વવા સોમવાર સવારે લ્યુટઅન્સ દિલ્હીના મધ્યમાં ઇન્ડિયા ગેટ પર એક ટ્રેક્ટરને આગ ચાંપી દીધી હતી. પંજાબ યુથ કોંગ્રેસના સભ્ય હોવાનો દાવો કરતા પાંચ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આશરે ૧૫-૨૦ લોકો ટ્રક પર ટ્રેક્ટર રાજપથ, માનિસંહ ક્રોસિંગ તરફ ગયા હતા. તેઓએ ટ્રકમાંથી ટ્રેક્ટરને ઉતારીને આગ ચાંપી દીધી હતી. 

ફાયર અધિકારીઓએ જણાવ્યું કે તેઓને સવારે ૭.૪૨ વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ફાયરના બે ટેન્કર સ્થળ પર દોડી ગયા હતા. આગને કાબૂમાં કરી દેવામાં આવી છે અને ટ્રેક્ટરને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. કોંગ્રેસે તેના દ્વારા શાસિત રાજ્યોને સૂચના આપી કે કેન્દ્રના ત્રણ ખેડૂત વિરોધી કાયદાઓને બાયપાસ કરવા તેઓ કાયદા ઘડી કાઢે. બંધારણની કલમ ૨૫૪(૨) હેઠળ આ શક્યતા ચકાસવા કોંગ્રેસ પ્રમુખે સલાહ આપી હતી. 

ભાજપ શાસિત કર્ણાટકમાં ખેડૂતોએ રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. મુખ્ય મંત્રી યદિયેરુપ્પાએ કહ્યું કે તેઓ ખેડૂતો સાથે વાત કરી એમની દહેશત દૂર કરવા તૈયાર છે. તેમણે અપીલ કરી કે છ મહિના તો જુઓ કે આ કાયદાથી કેવા લાભ થાય છે