
અેશિયન રમતોત્સવના બીજાદિવસે્ ભારતે બીજો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લીધો છે. રેસલર વિનેશ ફોગાટે કુસ્તી 50 કિલોગ્રામના ફ્રી સ્ટાઈલમાં જાપાનની ઈરી યુકીને 6-2થી હરાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ પહેલા ભારત તરફથી ગીતિકા ઝખડે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ગીતિકાએ 2006 દોહા એશિયાડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. કુશ્તીમાં જયારે કોઈ ખેલાડી પોતાના પ્રતિસ્પર્ધી સામે 10થી વધુ પોઈન્ટ મેળવે છે ત્યારે તેને વિજયી ઘોષિત કરવામાં આવે છે. વિનેશ ફોગાટને તેના કાકા અને પિતા મહાવીર ફોગાટે તે જયારે ફાઈનલમાં પહોંચી ત્યારે ટવીટ કરીને શુભકામના આપી હતી. તેમણે લખ્યું હતું કે, ગોલ્ડમેડલ જીતીને જ આવજે…