
સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કુવૈતમાં અદનાન અને તેના સાથીએ સાથે અપમાનજનક વર્તાવ કરવામાં આવ્યો હતો. અદનાને કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસને સંબોધીને ટવીટ કર્યું હતું કે, અમે આપના શહેરમાં પ્રેમ લઈને આવ્યા હતા, પણ આમારી સાથે આવો અપમાનજનક વર્તાવ કરવામાં આવ્યો. કોઈએ અમને મદદ ન કરી. કુવૈતના અેરપોર્ટપર ત્યાંના ઈમિગ્રેશ વિભાગના લોકોએ મારા સ્ટાફના માણસોને પરેશાન કર્યા,તેમનું અપમાન કર્યું તેમણે મારા સ્ટાફના માણસોને ઈન્ડિયન ડોગ્સ કહ્યા, . અે અંગે અમે જયારે આપને જાણ કરી કરી ત્યારે આપે ( કુવૈતસ્થિત ભારતીય દૂતાવાસ) પણ કોઈ પગલાં લીધાં નહિ..કુવૈતના અધિકારીઓની આવું વર્તન કરવાની હિંમત કેવી રીતે થઈ અદનાન એક મ્યુઝિકલ શો કરવા માટે તેમની ટીમ લઈને કુવૈત ગયા હતા.ત્યારે કુવૈતના ઈમિગ્રેશન અધિકારીઓએ અદનાનના સ્ટાફ સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો હતો. જયારે વિદેશમંત્રી સુષમા સ્વરાજને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ટવીટ કરીને કહ્યું હતું કે, અદનાન તુરન્ત મને ફોન કરો. અદનાન પાસેથી સુષમાજીએ બધી માહિતી મેળવીને જરૂરી પગલાં લીધાં હતા. . આથી અદનાન સામીએ ટવીટ કરીને સુષમા સ્વરાજનો આભાર માનતાં લખ્યું હતું કે, સુષમા સ્વારાજ એક સંવેદનશીલ મહિલા છે. તેઓએ અમારો સંપર્ક કર્યો અને અમારી કાળજી રાખી રહ્યા છે. મને એ વાતનું ગૌરવ છે કે સુષમાજી આપણા દેશના વિદેશમંત્રી છે. તેઓ દુનિયાભરમાં વસતા ભારતીયોની કાળજી રાખે છે.