કુવૈતમાંં ગેરકાયદેસર વસતા ભારતીય પરિવારોમાં જન્મતાં બાળકોની નાગરિકતા અંગેની સમસ્યા

0
593
Reuters

અનેક ભારતીયપરિવારો કુવૈતમાં વસવાટ કરી રહ્યા છે. કુવૈતમાં ગેરકાયદેસર રીતે રહેનારા લોકોની સંખ્યા પણ મોટી છે. આવા ગેરકાયદેસર વસવાટ કરનારાભારતીય પરિવારોમાં જન્મતાં બાળકોને કુવૈતની સરકાર કાનૂની માન્યતા આપતી નથી. આવા બાળકોને લઈને પરિવાર ભારત પણ જઈ શકતો નથી, કેમકે તેમના સંતાનોને ભારત પરત જવા માટે પાસપોર્ટ અપાતો નથી. કુવૈતમાં વસનારા આ ભારતીયોએ પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કુવૈતના ભારતીય દુતાવાસ સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું.