કુવૈતની વિધાનસભામાં પસાર થયેલા આ બિલ પછી આઠ લાખ ભારતીયોને કુવૈત છોડવું પડશે

 

કુવૈતઃ કુવૈતની રાષ્ટ્રીય વિધાનસભા સમિતિએ ગલ્ફ દેશમાં વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા માગતા એક ડ્રાફ્ટ એક્સપર્ટ ક્વોટા બિલને મંજૂરી આપી હોવાથી કુલ ૮ લાખ ભારતીયોને કુવૈત છોડવાની ફરજ પડી શકે છે. કુવૈતની રાષ્ટ્રીય વિધાનસભાની કાનૂની અને વિધાનસભા સમિતિએ નિર્ધારિત કર્યું છે કે એક્સપર્ટ ક્વોટા બિલ બંધારણીય છે. આ બિલ મુજબ કુવૈતમાં ભારતીયોની વસ્તી ૧૫ ટકાથી વધુ ન હોવી જોઇએ. આના પરિણામ રૂપે ૮૦૦,૦૦૦ ભારતીયો પર કુવૈત છોડીને ભારત પાછા ફરવાનું સંકટ છે. કારણ કે કુવૈતમાં વસતા વિદેશીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ ૧.૪૫ મિલિયન જેટલી છે.

કુવૈતની હાલની વસ્તી ૪.૩ મિલિયન છે, જેમાં કુવૈતની ૧.૩ મિલિયન વસ્તી છે, જયારે બાકીની ૩ મિલિયન વસ્તી વિદેશીઓની છે. વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં ઘટાડા અને કોરોનાવાઇરસ રોગચાળા વચ્ચે કુવૈતના કાયદાકીય અને સરકારી અધિકારીઓએ કુવૈતમાં વિદેશીઓની સંખ્યા ઘટાડવાની વિચારણા કરવાની ફરજ પડી છે. 

ગયા મહિને કુવૈતના વડા પ્રધાન શેખ સબાહ અલ ખાલિદે કુવૈતમાં દેશ વિદેશની સંખ્યા ૭૦ ટકાથી ઘટાડીને ૩૦ ટકા વસ્તીની દરખાસ્ત કરી હતી. એસેમ્બલીના અધ્યક્ષ મરઝૌક અલ-ઘનિમે કુવૈત ટીવીને જણાવ્યું હતું કે તેઓ અને ધારાસભ્યોનું જૂથ કુવૈતમાં વિદેશી મુદ્રાઓમાંથી ધીમે ધીમે ઘટાડાની માગ સાથે એક વ્યાપક ડ્રાફ્ટ કાયદો વિધાનસભા સમક્ષ રજૂ કરશે. કુવૈતમાં બહારથી આવીને વસેલા ૧.૩ મિલિયન લોકો અભણ અને ઓછા ભણેલા છે.

કુવૈતમાં ભારતીય દૂતાવાસના જણાવ્યાનુસાર કુવૈત સરકાર માટે નર્સો, રાષ્ટ્રીય તેલ કંપનીઓમાં એન્જિનિયરો અને કેટલાક વૈજ્ઞાનિકો જેવી વિવિધ નોકરીઓમાં લગભગ ૨૮,૦૦૦ ભારતીયો કામ કરે છે. અહીં મોટાભાગના ભારતીયો ખાનગી કંપનીઓમાં કામ કરે છે. આ ઉપરાંત લગભગ ૧.૧૬ લાખ આરશ્રતો પણ છે. તેમાંથી દેશની ૨૩ ભારતીય શાળાઓમાં ૬૦,૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કુવૈતમાં કોવિડ-૧૯ના મોટાભાગના કેસમાં વિદેશી લોકોને ચેપ લાગ્યો છે કારણ કે આ ચેપ સ્થળાંતર કામદારોમાં ફેલાયેલો છે. તાજેતરના ડેટા અનુસાર કુવૈતમાં કોરોના વાઇરસના ૪૯,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ દ્વારા પાંચ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૧ મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે.