કિસાન રેલીમાં હિંસાના બનાવો – કેન્દ્રની બાંહેધરીનો અસ્વીકાર કરતા ખેડૂતો

0
824

 

નવી દિલ્હીમાં આયોજિત કિસાન રેલી હિંસક બન્યાનું જાણવા મળ્યું હતું. પોતાની વિવિધ પ્રકારની માગણીઓ લઈને દિલ્હી- ઉત્તરપ્રદેશની સરહદે ખેડૂતો એકત્ર થયા હતા. દિલ્હીની સીમા નિકટ ખેડૂતોના આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ખૂબ ધાંધલ-ધમાલ મચી ગઈ હતી. ખેડૂતોના આંદેલનને રોકવાના કેન્દ્ર સરકારના તેમજ ઉત્તરપ્રદેશ રાજય સરકારના તમામ પ્રયાસો બિનઅસરકારક સાબિત થયા હતા. સરકાર તરફથી કેટલીક ખાતરી આપવામાં આવી હતી, પરંતુ નારાજ થયેલા ખેડૂતોએ એનો અસ્વીકાર કર્યો હતો. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટિકેટે કહયું હતું કે, ખેડૂતો સરકારની માગણી સ્વીકારશે નહિ અને આંદોલન કરવાનું ચાલુ રોકશે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા યુધ્ધવીરસિંહે જણાવ્યું હતું કે, સરકાર સાથે 11 મુદા્ઓ બાબત ચર્ચા કરવામાં આવી હતી. સરકારે સાત માગણીઓ સ્વીકારી લીધી હતી. જોકે ચાર માગણીઓ બાબત સરકારે કહયું હતુંકે, તેઓ એ માટે વધુ બેઠકો યોજીને ચર્ચા કરશે. દિલ્હીમાં પ્રવેશ કરવા માટે મક્કમ બનેલા ખેડૂતોને અટકાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમને પ્રવેશ કરતા રોકવા માટે પોલીસદળે બળનો પ્રયોગ કર્યો હતો. પાાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ટીયરગેસના સેલ પણ ચોડવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસોએ ખેડૂતોને રોકવા માટે લાઠીચાર્જ  કર્યો હતો.

ખેડૂતોએ કરેલી મહત્વની માગણીઓ  60 વરસ બાદ પેન્શન આપવાની માંગ, પીએમ ફસલ વિમા યોજનામાં ફેરફાર કરવાની માંગ, શેરડીની કિંમત પર વહેલી ચુકવણી કરવાની માંગ, દેવું માફ કરી દેવાની માંગ, સિંચાઈ માટે મફત વીજળી આપવાની માંગ, તમામ પાકની સરકાર  દ્વારા પૂર્ણ ખરીદી કરવાની માંગ, કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજમુક્ત લોનની માંગ વગેરેનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here