કિરણ હોસ્પિટલ સુરત દ્વારા અંગદાન કરનાર અંગદાતાઓનું સન્માન કરાયું

 

સુરતઃ અંગદાન વિશે લોકોમાં જાગૃતતા આવે તેવા ઉદ્દેશથી કિરણ હોસ્પિટલ સુરત દ્વારા અંગદાન જાગૃતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમા ગુજરાત રાજયના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ, પોલીસ કમિશનર અજયકુમાર તોમર, સુરત કલેક્ટર આયુષ ઓક તેમજ શહેરની ૩૦૦થી વધારે સંસ્થાના આગેવાનો તેમજ મહાનુંભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા

અંગદાન જાગૃતિ માટે ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી કાર્ય કરી રહ્ના છે ઍવા સંસ્થાના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ નિલેશ માંડલેવાલાનું તેમજ અંગદાન જાગૃતિમાં જેમનો મહત્વનો રોલ હોય છે ઍવા શહેરના અગ્રણી ૨૫ ડોકટરોનું વિશેષ સન્માન કરવામાં આવું હતું. અંગદાન કરેલું અંગ સમયસર પહોંચાડવાનું હોય તેવા સમયે વિવિધ ડિપાર્ટમેન્ટ જેવા કે સુરત પોલીસ, સુરત ઍરપોર્ટ ઓથોરિટી, સુરત સિવિલ હોસ્પિટલ તેમજ સુરત મહાનગર પાલિકાની મહત્વની ભૂમિકા રહેતી હોય છે. તેઓનું પણ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ અંગદાન કરવા માટે સુરત જાણીતું થયું છે. છેલ્લા થોડા સમયથી સુરત શહેરની અંદર બ્રેઈનડેડ દર્દીઓ દ્વારા જે પ્રકારનું દાન કરવામાં આવી રહ્નાં છે, તેને કારણે ઘણા લોકોને નવું જીવન મળી રહ્નાં છે, અંગદાન ક્ષેત્રમાં સુરત શહેરમાં અલગઅલગ સ્થળો ખૂબ મોટા પાયે કામ કરી રહી છે અને લોકોમાં પણ હવે બધાને લઈને જાગૃતિ આવે છે. જે દર્દીઓના બ્રેઈનડેડ જેવી સ્થિતિ ઊભી થઇ હોય તેમના પરિવારજનો પણ ખૂબ મોટા પાયે સહકાર આપી રહ્ના છે. પરિવારના સહકારને કારણે અંગદાન માટે જે સુરત શહેરની અંદર કામ ચાલી રહ્નાં છે તે કારણે ખુબ ઝડપથી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચવામાં સફળતા મળી રહી છે.