કાશ્મીરમાં બંધ પડેલા આશરે 50 હજાર જેટલાં મંદિરોને પુન ખોલવાના કેન્દ્ર સરકારના એલાનથી કાશ્મીરના પંડિતો સહિત સમગ્ર દેશમાં આનંદની લહેર પ્રસરી ગઈ.

0
931

ગઈ સદીના 9મા દશકમાં આતંકવાદીઓએ કાશ્મીરમાં હિંદુ મંદિરોને ખૂબ જ ક્ષતિ પહોંચાડી , એની તોડફોડ કરી હતી. ત્યારથી ત્યાં અનેક મંદિરો બંધ પડ્યા છે. કાશમીરના પંડિતો – બ્રાહ્મણોને પરેશાન કરવાના હેતુથી  આતંકવાદીઓએ અનેક મંદિરોને ખૂબ નુકસાન પહોંચાડીનો તોડી નાખ્યા હતા. આતંકવાદ જયારે કાશ્મીરમાં ચરમ સીમાએ હતો ત્યારે મંદિરો અને મઠોને નષ્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક મંદિરોના સ્થળોને્ ગેરકાયદેસર રીતે કબ્જે  કરવામાં આવ્યા હતા. મોદી સરકારના ગૃહ રાજ્યમંત્રીએ તકઐઆશ્મીરમાં મંદિરોના પુનરોધ્ધાર અને મંદિરોને પૂજા- અર્ચના માટે ખોલવાની ઘોષણા કરી ત્યારથી કાશ્મીરના પંડિતોખુશી વ્યક્ત કરી રહ્યા છે. 1989માં આતંકવાદીઓની અનેક ધાક- ધમકીઓ મળ્યા છતાં જેથોડાક કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું નહોતું ,તેો ખુશ થયા છે. તેમને મનમાં એવો વિશ્વાસ દ્ઢ થયો છેકે હવે જરીર ટૂંક સમયમાં મંદિરોના દરવાજા ફરીથી ભક્તો માટે ખલશે.