કાર્ગિલ યુધ્ધના 20 વર્ષ પૂર્ણ થયાંઃ ભારતીય હવાઈ દળના વડા બીએસ ધનોવાએ પાકિસ્તાનને ચેતવણી આપી …

0
726

 

   કાર્ગિલ યુધ્ધના 20 વર્ષ પૂરાં થયાં છે. હજી સુધી જવાંમર્દ ભારતીય સૈનિકોના મનમાં એની યાદો તાજી છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય હવાઈ દળના વડા બીએસ ધનોવાએ આજે પાકિસ્તાનને જોરદાર ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો બીજીવાર કાર્ગિલ થશે તો અમે એનો જવાબ આપવા તૈયાર છીએ. તેમનો ઈશારો સ્પષ્ટ હતો કે, જો પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન હવે આવી કોઈ હરકત કરવાનો પ્રયાસ કરશે તો એનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતનું સૈન્ય સજ્જ છે. છેલ્લા પાંચ મહિનાથી પાકિસ્તાને પોતાની હવાઈ સીમા પર પ્રતિબંધ મૂક્યો હતો. જે આજે તેણે ઊઠાવી લીધો હતો. ધનોવાએ જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો દરેક પ્રકારના હવામાનની પરિસ્થિતિમાં અમે પ્રતિકાર કરીશું. વાદળછાયું વાતાવરણ રહેશો તો પણ અમે જોરદાર બોમ્બમારો કરવાની તાકાત ધરાવીએ છીએ. 26 ફેબ્રુઆરીના બાલાકોટમાં અમે આ  પ્રકારના હુમલા કરી ચુક્યા છીએ. પુલવામામાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હુમલામાં સીઆરએફના 40 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. ભારતના હવાઈ દળે પાકિસ્તાનના બાલાકોટમાં ટેરરિસ્ટ કેમ્પો પર હુમલો કરીને ત્રાસવાદી કેમ્પોને નષ્ટ કર્યા હતા.