કાયદાપ્રધાન પદેથી કિરેન રિજિજુને હટાવાયા

કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલ થયા હોવાની માિહતી પ્રાપ્ત થઇ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કિરેન રિજિજુને ભૂ-વિજ્ઞાન મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. અર્જુન રામ મેઘવાલને કિરેન રિજિજુના સ્થાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. કિરેન રિજિજુ અરુણાચલ પ્રદેશથી આવે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ નિવૃત્ત ન્યાયાધીશો પર કરેલી ટિપ્પણીઓને કારણે ચર્ચામાં છે. કિરેન રિજિજુએ કોલેજિયમ સિસ્ટમ વિશે પણ ટીપ્પણીઓ કરી હતી. જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટમાં ફેરબદલને મંજૂરી આપી દીધી છે. જેમાં કિરેન રિજિજુને કાયદા મંત્રાલયમાંથી હટાવીને ભૂ-વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તે જ સમયે, રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કિરેન રિજિજુના સ્થાને કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવશે.