કાયદાના ક્ષેત્ર સાથે સંકળાયેલા સમુદાયને ફ્રન્ટ લાઈનર્સ ગણીને કોરોના વેકસીન આપવામાં આવે તેવી માગણી અંગે કરાયેલી અરજીની સુનાવણી મુંબઈ હાઈકોર્ટે સ્થગિત કરી …

 

       બોમ્બે બાર એસોસિયેશન દ્વારા મુંબઈની અદાલત સમક્ષ અરજી કરીને તેવી રજૂઆત કરવામા આવી હતી કે, કાનૂનના ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકોને ફ્રન્ટ લાઈનર્સ ગણીને કોરોના વેકસીનેશન અંગે તેમને પ્રાથમિકતા આપવામાં આવવી જોઈએ. મુંબઈની હાઈકોર્ટે ઉપરોકત પિટિશનની સુનાવણી સ્થગિત કરી હતી. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ જી એસ. કુલકર્ણીની બેન્ચ વકીલો દ્વારા કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી કરી રહી હતી. બોમ્બે બાર એસોસિયેશન દ્વારા એવી અરજી કરવામાં આવી હતી કે, અદાલતના સભ્યો, અધિવક્તાઓ તેમજ અદાલતના તમામ કર્મચારીઓને ફ્રન્ટલાઈન કાર્યકર્તા ગણવા જોઈએ. તે તમામ લોકોને વકસીન આપવા અંગે અંગે અગ્રીમતા આપવી જોઈએ. કોવિદ-19ની મહામારીથી સુરક્ષિત રહેવા માટે રસી આપવાનો પ્રાથમિકતા ધોરણે પ્રબંધ કરવામાં આવવો જોઈએ. નામદાર અદાલતે અરજદારોને પ્રશ્ન કર્યો હતો કે, શું તમે ટાઈટેનિક ફિલ્મ જોઈ છે? ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, જહાજના કેપ્ટનને અંતિમ સમય સુધી રાહ જોવી પડે છે. રસી સૌપ્રથમ બધા જ લોકોને મળવી જોઈએ. ત્યાર બાદ આખરે અદાલતનો નંબર આવવો જોઈએ. આપણે અહીંયા જહાજના કેપ્ટનની કામગીરી બજાવી રહ્યા છીએ.આપણે પ્રથમિકતાની માગણી કરીએ એ જરા પણ યોગ્ય નહિ ગણાય .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here