

સાન ફાંસિસ્કોના સતાવાર સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ફેસબુકના સીઓઓએ તેમના કર્મચારીઓને જણાવ્યું હતું કે, કામ કરતી વખતે તમારા સહુના મુખ પર સ્મિત હોવું જરૂરી છે. હસતા રહીને કામ કરો. તમારા ચહેરા પર સ્માઈલ હોય એ અતિ આવશ્યક છે.હસતા રહો, મલકતા રહો, મલકી મલકીને કામ કરતા રહો, તો આખી ઓફિસનું વાતાવરણ ખુશનુમા રહેશે. સહુ આનંદના અને પ્રસન્નતાના વાતાવરણમાં રહીને ગુણવત્તાપૂર્ણ કામ કરી શકશે. હસતાં હસતાં કામ કરવાથી કામનો બોજો નહિ લાગે. કામનો ભાર નહિ વરતાય ,..તનાવમુક્ત રહીને કામ કરી શકાશે. ફેસબુકના સીઓઓ સેરિલ સેન્બેગનો જીવનમંત્ર છે- આપણે જ આપણો ઉત્સાહ વધારતાં રહેવું જોઈએ. જેને કારણે આપણો પ્રફુલ્લિત રહીને કાર્ય કરી શકીએ. દુનિયાની સૌથી વધુ લોકપ્રિય સોશ્યલ મિડિયા કંપની ફેસબુક, એમાં કામ કરનારા કર્મચારીઓ અને ઓફિસના ખુશનુમા વાતાવરણ માટે સૌથી સરસ સ્થળ ગણવામાં આવે છે. આ ઓફિસમાં માત્ર પ્રોફેશનાલિઝમ જ નથી, પરંતુ અહીં કામ કરનારા કર્મચારીઓ માટે કેફેટેરિયા અને રેસ્ટોરન્ટમાં મફત ભોજનવની વ્યવસ્થા પણ છે. ઓફિસની અગાસી પર 9 એકરના વિસ્તારમાં ફેલાયેલો બગીચો રંગબેરંગી પુષ્પોની મુસ્કાન અને મહેક ફેલાવી રહ્યો છે.
જો તમે આનંદમાં હશો, તમે ખુશ હશો તો એની અનુકૂળ અસર તમારા કામ પર પણ થશે. ખુશ રહેવાથી કામની ગુણવત્તા વધે છે. તનાવ ના હોય તો કામ પર આસાનીથી ફોકસ કરી શકાય છે. ખુશ રહેવાથી તમારા આત્મ- વિશ્વાસમાં વધારો થાય છે. તમારી કાર્યક્ષમતામાં વધારો થાય છે.