કાબુલની ભારતીય એમ્બેસી ફરી કાર્યરત: તાલિબાને સુરક્ષાની આપી ગેરંટી

 

કાબુલ: તાલિબાને સત્તા કબ્જે કરી ત્યારે મોટા ભાગના દેશોએ કાબુલ ખાતેની પોતાની એમ્બેસી બંધ કરી દીધી હતી અને તેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે હવે એક વર્ષ બાદ ભારતીય એમ્બેસીમાં કામ શ‚ થઈ ગયુ છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યુ છે કે, ભારત સાથેના ડિપ્લોમેટિક સબંધો ફરી શ‚ થઈ ગયા છે. તાલિબાને ભારતના દૂતાવાસ ફરી શ‚ કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે અને સાથે સાથે આશ્ર્વાસન આપ્યુ છે કે, એમ્બેસીને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે એવુ પણ કહ્યુ છે કે, ચીનને અફઘાનિસ્તામાં કોઈ પણ પ્રકારનુ આર્મી બેઝ સ્થાપવા માટે મંજૂરી આપવામાં નહીં આવે. બે મહિના પહેલા કાબુલમાં ગુ‚દ્વારા પર ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં ગુ‚દ્વારાની ઈમારતને નુકસાન થયુ હતુ. તાલિબાન સરકાર તેને ફરી બનાવી રહી છે. જેમાં ૪૦ લાખ ‚પિયાનો ખર્ચ તાલિબાન પોતે કરશે.