કહીપુરમાં શાળા-ભવન માટે પાંચ કરોડ આપી વતનનું ઋણ અદા કર્યું 

 

મહેસાણાઃ વડનગર તાલુકાના કહીપુર ગામના પોતાના વતનમાં રૂ. પાંચ કરોડના ખર્ચે શ્રેષ્ઠ સરકારી પ્રાથમિક શાળા- રઈબેન અંબારામભાઈ પટેલ પ્રાથમિક શાળા શૈક્ષણિક ભવનનો લોકાર્પણ સમારંભ પહેલી ફેબ્રુઆરીએ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલના હસ્તે કરાયો હતો, એના માટે રૂ. પાંચ કરોડનો ફાળો આપનારા દાતા છોટાલાલ અંબાલાલ પટેલ, હીરાબેન પટેલ અને તેમના પરિવારનું સન્માનપત્ર અર્પણ કરી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે તસવીરમાં ડાબેથી ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલ, હીરાબેન પટેલ, છોટાલાલ અંબાલાલ પટેલ (યુ.એસ.એ. શિકાગો.), નીતિન પટેલ, તથા પરિવારજનો. આ પ્રસંગે ખાસ અમેરિકાથી પધારેલા છોટાલાલ પટેલે કહ્યું હતું કે મેં મારું ઋણ અદા કર્યું છે.