કસૌટી જિંદગીકી ટીવી સિરિયલ ફરી આવી રહી છે

0
692

બોલીવુડમાં જૂની લોકપ્રિય એને હિટ નીવડેલી ફિલ્મોની રિ-મેક બનાવીને રિલિઝ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એ જ રીતે બાયોપિકનું નિર્માણ કરવાની પણ હાલમાં જાણે ફેશન ઊભી થઈ છેે. હવે એવું જ અનુકરણ હિન્દી ટીવી સિરિયલોના ક્ષેત્રમાં શરૂ થઈ ગયું છે. વરસો જૂની હિટ થયેલી ટીવી સિરિયલોને નવા વેશ પહેરાવીને રજૂ કરવાની શરૂઆત થઈ રહી છે. એકતા કપૂરની જાણીતી અને બહુ વખણાયેલી હિન્દી સિરિયલ કસૌટી જિંદગી કી – સિકવલના રૂપમાં પુન રજૂ થઈ રહી છે, પણ નવા કલાકારો સાથે  90ના દાયકાની મહેશભટ્ટ નિર્મિત અને વિક્રમ ભટ્ટ નિર્દેશિત સ્વાભિમાન સિરિયલ પણ ફરી ટીવીના પરદા પર દેખા દેશે. સ્વાભિમાન સિરિયલમાં રોનિત રોય તેમજ અંજુ મહેન્દ્રુ , રોહિત રોય, કિટુ ગિડવાની , આશતોષ રાણા , અભિમન્યુ સિંહ વગેરે કલાકારોએ ભૂમિકા ભજવી હતી.