કવિ-લેખક-ગઝલકાર રમેશ ચૌહાણ ભાજપમાં જોડાયા

અમદાવાદઃ કસ્ટમ્સ અને સીજીએસટી ખાતાના આઈઆરએસ અને ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ, લેખક અને ગઝલકાર રમેશ ચૌહાણે, મોદી સાહેબની કાર્યશૈલીથી અભિભૂત થઈ કેસરિયો ધારણ કરી ભાજપામાં જોડાયા. તેમની આગવી છટામાં પક્ષમાં જોડાતા તેમણે કહ્યું હતું કે ‘ઘટમાં ઘૂંટાતું નામ બતાવું, છાતી ચીરી રામ બતાવું, માર્ગ મોક્ષનો શોધો છો ને!,
ચલો અયોધ્યા ધામ બતાવું’ અને આગળ તેમને પૂછતા બીજા પણ શું કારણો છે જે તમને આ પક્ષમાં જોડાવા તરફ દોરી ગયા. ત્યારે કવિતાના મૂડમાં તેમણે કારણો આપતાં જણાવ્યું કે ‘વિશ્વ ગુરુ થઈ મહાસત્તાને રાહ ચીંધે, એ ભાજપ છે.
અર્જુનની માફક માછલીની આંખ વીંધે, એ ભાજપ છે.’ ૩૭૦ ત્રણ તલાક ખતમ કરીને, રામજી મારા છે બિરાજ્યા સ્વગૃહે જેના લીધે, એ ભાજપ છે.