કર્મને જ ધર્મ માનીને જીવનપર્યંત કાર્યરત શ્રીરાજભાઈ ઝવેરીનું નિધન

 

અમદાવાદઃ કર્મને જ ધર્મ માનીને જીવનપર્યંત કાર્યરત રહેલા, દેશના જાણીતા અખબાર ગુજરાત સમાચારમાં ૪૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષથી જાહેરાત વિભાગમાં નોકરી કરતા, મિલનસાર સ્વભાવ સૌને મદદરૂપ થવાની વૃત્તિ અને માનવતાપૂર્ણ વ્યવાહર  ધરાવતા તથા સૌને સાથે લઈને ચાલનાર, જીવનપર્યંત તેઓ વિજ્ઞાપન ક્ષેત્રની નાની મોટી સંસ્થાઓને સાચી દિશામાં માર્ગદર્શન આપી પ્રગતિના પંથે આગળ વધવામાં સતત મદદરૂપ થતા શ્રીરાજભાઈ ઝવેરીની અચાનક વસમી વિદાયથી સમગ્ર વિજ્ઞાપન અને મીડિયા જગત તથા સમાજ અને જાહેર જીવન માટે ન પૂરી શકાય તેવી ખોટ પડશે. અમદાવાદ એડવર્ટાઇઝીંગ સર્કલ એસોસિયેશન પરિવાર દ્વારા પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના