કર્ણાટક વિધાનસભાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત – ભાજપ 130બેઠકો જીતશે એવો ભાજપના પ્રમુખ અમિત શાહનો દાવો…

0
925

 

કર્ણાટકની ચૂંટણી માટેનાે પ્રચાર હવે બંધ  થયો છે. એ યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જાહેરમાં એવો દાવો કર્યો હતો કે, તેમનો પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં 130થી વધુ બેઠકો મેળવીને જીત હાંસિલ કરશે. બેંગલુરુમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન  સિધ્ધારમૈયાની સરકાર રાજયમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવામા નિષ્ફળ ગઈ છે. ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવતું નથી. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ બિનલોકતાંત્રિક પધ્ધતિ અપનાવીને ચંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. આ રાજ્યમાં 24થી વધુ આરએસએસ અને  ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી હતી. પોતાના વકતવ્ય દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, હું એ લોકોને સાવધાન કરવા માગું છું જેમના નામે બનાવટી વોટર આઈડી કાડૅ જારી કરવામાં આવ્યા છે.