કર્ણાટક બાદ હવે ગોવાનો વારો – ગોવાની વિધાનસભાના 15 વિધાનસભ્યોમાંથી 10 વિધાયકોએ પોતાનું અલગ જૂથ બનાવી ભાજપમાં પ્રવેશ મેળવ્યો…

0
771

 

 કર્ણાટકમાં વિધાનસભ્યોના રાજીનામાનું નાટક હજી ચાલી રહ્યું છે. હજી રાજકીય તખ્તો ગરમ છે. હવે ગોવાની વિધાનસભામાં હલચલ શરૂ થઈ છે. ગોવાની વિધાનસભાના કુલ 15 સભ્યોમાંથી કુલ 10 જણા કોંગ્રેસમાંથી છૂટા થયા છે અને તેમણે ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે કોંગ્રેસના માત્ર પાંચ જ વિધાનસભ્યો છે. ગોવાની વિધાનસભામાં ભાજપના સૌથી વધુ સભ્યો છે. ભાજપના કુલ 17 સભ્યો છે. ગોવા ફોરવર્ડ પાર્ટીના 3, 3 અપક્ષ સભ્યો, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટા 1, અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીનો એક સભ્ય છે. હવે ગમે તે ક્ષણે રાજકીય તખ્તો ફેરવાઈ જવાની પ્રબળ સંભાવના છે.