કર્ણાટકમાં સરકાર રચવાની ભાજપ તૈયારીઓ કરી રહ્યો છે..

0
718

 

કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પતન બાદ હવે ભાજપ સરકાર જોરદાર તૈયારી કરી રહ્યો છે. આજે જ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે. જેમાં મહ્દઅંશે યેદિયુરપ્પાને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે. ત્યારબાદ તેઓ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર રચવાનો દાવો કરશે. સંભવ છે કે શુક્રવારે જ યેદિયુરપ્પાને રાજ્યના મુખ્યપ્રધાન પદે ચૂંટી કાઢવામાં આવશે.ભાજપ પાસે 105 સભ્યોનું સંખ્યાબળ છે. યેદિયુરપ્પા ત્રણ વાર કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ભાજપના વિવાદાસ્પદ નેતા તરીકે તેમની ઓળખ હોવા છતાં તેમને રાજ્યના સૌથી વિશ્વાસપાત્ર આગેવાન ગણવામાં આવે છે.