કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે-ભાજપ અને કોંગ્રેસ આમને-સામને , બન્ને પક્ષો એ પ્રચારમાં તમામ  તાકાત લગાવી દીધી છે….

0
729

 

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે..આ રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીની સ્પર્ધા છે.. બન્ને પક્ષો એકમેકને હંફાવવા માટે જાતજાતના પેંતરાઓ કરી રહ્યા છે..ઝંઝાવાતી પ્રચાર અને અલગ રણનીતિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29મી એપ્રિલે કર્ણાટકના પ્રચાર પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આખા રાજ્યભરમાં કુલ 15 થી 17 જનરેલીઓને સંબોધન કરશે એમ કહેવામાં આવી રહ્યું છે.આ રાજ્યમાં ભાજપને સરળતાથી સફળતા મળે એવી શક્યતા નહીવત છે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાની છાપ ગરીબલક્ષી રહી છે. મોદી જો લિંગાયત સમુદાયને લઘુમતીનો દરજ્જો આપવાની વાત કરશે  તો ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે.