કર્ણાટકમાં મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ 2018-19નું બજેટ પેશ કર્યુ. ખેડૂતોનું દેવું માફ કર્યું !

0
687

લાંબા સમયસુધી ખેંચતાણ કર્યાબાદ કર્માણકમાં જનતાદળ અને કોંગ્રેસના જોડાણવાળી કુમારસ્વામીની સરકારે રૂ. બે લાખ કે તેથી ઓછી રકમની લોનવાળા ખેડૂતોનું દેવું માફ કરવાનું એલાન કર્યું છે. કુમારસ્વામીએ  2018-19નું બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉના મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાની સરકારની બધી યોજનાઓ ચાલુ રાખશે. ચૂંટણી ઢંઢેરામાં તેમણે કરેલા તમામ વાયદાઓ પૂરા કરવા માટે તેમની સરકાર કટિબધ્ધ છે. ખેડૂતોને નવી લોન લેવા માટે સહાયરૂપ થવા સરકાર ડિફોલ્ટીંગ એકઆઉન્ટસમાંથી એરિયર ખતમ કરી  નાખશે. એકતરફ સરકારે ખેડૂતોનું દેવું માફ કરી દેવાનું પગલું લીધું છે, તો બીજી તરફ પેટ્રોલ અને ડિઝલ અને વીજળીના દરમાં વધારો કરીને સમાજના મોટાભાગના લોકોની નારાજગી વહોરી લીધી છે.