કર્ણાટકમાં ભાજપે કરી જાહેરાતઃ બીપીએલ પરિવારોને રાંધણ ગેસના ત્રણ સિલિન્ડર મફત

બેંગ્લોરઃ કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાનો મેનિફેસ્ટો ‘પ્રજા ધ્વની’ જાહેર કર્યો છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેને બેંગલુરુમાં જાહેર કર્યો છે. મેનિફેસ્ટોમાં પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડનું વચન આપ્યું છે. આ સાથે બીપીએલ પરિવારોને રાંધણ ગેસના 3 સિલિન્ડર મફત આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત એક વર્ષમાં તમામ સીનિયર સિટીજનનું માસ્ટર હેલ્થ ચેકઅપ અને 500 ગ્રામ નંદિની દૂધ અને દરરોજ 5 કિલો અનાજ તમામ ગરીબોને વિનામૂલ્યે આપવાનું વચન આપવામાં આવ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અર્થ છેઃ ધર્મ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના ભારતના દરેક નાગરિક માટે સમાન કાયદો. અહેવાલો અનુસાર, જે પણ રાજ્યમાં UCC લાગુ કરવામાં આવે છે, ત્યાં લગ્ન, છૂટાછેડા, દત્તક, ઉત્તરાધિકારી, જમીન અને મિલકતની વહેંચણીના મામલામાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા હતા. 2018માં બીજેપીના મેનિફેસ્ટોના રિલીઝ વખતે વરિષ્ઠ નેતા જગદીશ શેટ્ટર પણ હાજર હતા. ટિકિટ ન મળવાને કારણે શેટ્ટર હવે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.
આ ઉફરાંત ગૃહ જ્યોતિ: દરેક પરિવારને દર મહિને 200 યુનિટ મફત વીજળી, ગૃહ લક્ષ્મી: દરેક ઘરની મહિલાને દર મહિને રૂ. 2000, યુવા નિધિ: દરેક સ્નાતકને દર મહિને રૂ. 3000 અને ડિપ્લોમા ધારકોને રૂ. 1500, અન્ન ભાગ્ય: દરેક BPL પરિવારને દર મહિને 10 કિલો મફત ચોખા, કર્ણાટક સરકારની બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા, આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના પગારમાં વધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રદુર્ગમાં તેમની પ્રથમ સભા કરી રહ્યા છે. અહીં તેમણે બીજેપીના મેનિફેસ્ટોની પ્રશંસા કરી અને કહ્યું કે કર્ણાટકને નંબર વન બનાવવાની આ ચૂંટણી છે. આ ચૂંટણી નક્કી કરશે કે કર્ણાટક કઈ ઊંચાઈ પર હશે. ભાજપના મેનિફેસ્ટોમાં કર્ણાટકને દેશમાં નંબર 1 રાજ્ય બનાવવાનો રોડ મેપ છે. તે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બ્લુ-પ્રિન્ટ ધરાવે છે, જેમાં મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કર્ણાટકના લોકોએ કોંગ્રેસ અને જેડીએસ બંનેથી સાવધાન રહેવું પડશે. કોંગ્રેસ અને જેડીએસ દેખાવ માટે બે પક્ષો છે, પરંતુ તે બંને દિલથી અને કાર્યોમાં સમાન છે.
ભાજપ સરકારે ગરીબોની વધુ એક ચિંતા દૂર કરી છે. અમારી સરકાર મેડિકલથી લઈને એન્જિનિયરિંગ સુધીનું શિક્ષણ સ્થાનિક ભાષામાં ભણાવવા પર ભાર આપી રહી છે. જેનાથી ગામના ગરીબ યુવાનોને વિશેષ લાભ મળશે.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ ભાજપ કર્ણાટક તરફથી પ્રતિક્રિયા આવી છે. તેમનું કહેવું છે કે, કોંગ્રેસે અપેક્ષા મુજબ જ મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. ખરેખરમાં તે કોંગ્રેસની રિવર્સ ગિયર માનસિકતા દર્શાવે છે. તેઓ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે.