કર્ણાટકમાં કુમારસ્વામીએ વિશ્વાસનો મત જીતી લીધો!

0
830

 

કોંગ્રેસ અને જેડીએસના નવા વરાયેલા મુખ્યપ્રધાન કુમારસ્વામીએ કર્ણાટકની વિધાનસભામાં ખૂબ જ સરળતાથી વિશ્વાસનો મત જીતી લીધો હતો. હવે તેમની ગઠબંધન સરકારને અધિકૃત રીતે સત્તાના સૂત્રો મળી ગયા છે. વિશ્વાસના મતની અગાઉ યોજવામાં આવેલી સ્પીકરની ચૂંટણીમાં ભાજપ દ્વારા પોતાની ઉમેદવારી પાછી ખેચી લેવામાં આવી હતી. આથી કોંગ્રેસના ઉમેદવાર રમેશકુમાર સ્પીકર તરીકે વિજયી બન્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. કર્ણાટકના રાજકારણમાં ચૂંટણી બાદ સત્તા હાંસલ કરવા માટે રમાયેલા દાવપેચ અને નાટકનો હજી સંપૂર્ણ અંત આવ્યો હોવાનું જણાતું નથી. નાયબ મુખ્યમંત્રીએ એવું નિવેદન કર્યું હતું કે, કુમારસ્વામી જ પાંચ વર્ષ મુખ્યમંત્રી બની રહેશે એવું હજી નક્કી થયું નથી. પ્રધાનમંડળમાં ખાતાઓની ફાળવણી અંગે પણ હજી સુધી  કોઈ ઩નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ- જેડીએસ વચ્ચે હજીપણ આંતરિક વિવાદો ચાલી રહ્યા છે.