કર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી

0
722

કર્ણાટકમાં હજી રાજકીય નાટક પર પડદો પડ્યો નથી. રાજકીય સંકટ પરાકાષ્ઠાએ પહોચ્યું છે. સ્પીકર દ્વારા વિદાનસભ 22મી સુધી મુલત્વી રાખવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી હતી. હવે સરકાર વિશ્વાસનો મત 22મી જુલાઈએ જ લેવાશે. મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ ઝમાવ્યું હતું કે, સોમવારે 22 જુલાઈના દિવસે જ ફલોર ટેસ્ટ થશે, એ જ વખતે વિશ્વાસન મત પર કાર્યવાહી કરાશે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ આદેશ આપ્યો હોવા છતાં કશી કામગીરી હાથ ધરવામાં આવી નથી.