કર્ણાટકનું રાજકીય નાટકઃસુપ્રીમ કોર્ટનું ફરમાન – શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં યેદિયુરપ્પાએ બહુમતી પુરવાર કરવી  પડશે

0
744

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ- જેડીએસની પિટિશનની સુનાવણી કરતાં આદેશ આપ્યો કે, શનિવારે ભાજપે વિધાનસભા ફલોર પર પોતાની બહુમતી પુરવાર કરવી પડશે. એ માટે શનિવારે સાંજના 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. કર્ણાટક વિધાનસભામાં રાજકીય પક્ષના પરીક્ષણ સમયે ગવર્નર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા પ્રોટેમ સ્પીકર કેજી બોપૈય્યા આખી કાર્યવાહીનું સંચાલન કરશે. કોંગ્રેસ- જેડીએસના ગઠબંધને એવો દાવો કર્યો હતો કે, બહુમતી એમની પાસે છે એટલે સરકાર રચવાનો અધિકાર એમનો છે, માટે સરકાર રચવાનું આમંત્રણ  એમને મળવું જોઈતું હતું. પરંતુ કર્ણાટકના ગવર્નર શ્રી વજુુભાઈ વાળાએ ભાજપના નેતા યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું . જેને કારણે કોંગ્રેસ- જેડીએસ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. મધરાતથી વહેલી સવાર સુધી ચાલેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બહુમત સાબિત કરવા શનિવાર સુધીનો સમય નિશ્ચિત કર્યો હતો. હવે મામલો વધુ રહસ્યમય અને રસપ્રદ બની ગયો છે. આખા દેશની નજર હાલ કર્ણાટક પર છે. જો મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ કરી ચુકેલા યેદિયુરપ્પા પોતાની બહુમતી પુરવાર નહિ કરી શકે તો તેમણે રાજીનામુ આપવું પડશે..