કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે યેદિયુરપ્પાએ ચોથીવાર શપથ લીધાઃ રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા

0
756

કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બી એસ યેદિયુરપ્પાએ આજે શપથ લીધા હતા. શપથ લીધા બાદ પત્રકાર પરિષદ યોજીને તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને પ્રધાનમંત્રી યોજના ઉપરાંત બે હજાર રૂપિયાના બે હપ્તા અલગથી આપવામાં આવશે. અગાઉમની કુમારસ્વામી સરકાર દ્વારા આ મહિને જારી કરવામાં આવેલા આદેશોને તેની પૂરેપૂરી સમીક્ષા થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, તેઓ આગામી 29મી જુલાઈના સવારે વિધાનસભામાં પોતાના પક્ષની બહુમતી સાબિત કરશે. બહુમત સાબિત કરવા માટે તેમને 31 જુલાઈ સુધીની મહેતલ આપવામાં આવી છે. યેદિયુરપ્પાની સાથે તેમના આગામી પ્રધાનમંડળના કોઈ પણ પ્રધાને શપથ લીધા નથી. હવે યેદિયુરપ્પા માટે સૌથી મોટો પડકાર પોતાના પક્ષની બહુમતી સાબિત કરવાનો છે. બહુમત સાબિત થયા બાદ પોતાના પ્રધાનમંડળની રચના તેમણે  કરવી પડશે. તેમણે નવું ફાયનાન્સ બિલ પણ પાસ કરવું પડશે. કુમારસ્વામીની સરકાર14 મહિના ટકી હતી. ત્યારબાદ વુિધાનસભ્યોના રાજીનામાઓની ઘટનાને કારણે કર્ણાટકના રાજકીય તખ્તા પર એક મહિના સુધી રોજ જાતજાતના નાટક ભજવાયાં હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિધ્ધારમૈયા તો જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનથી પહેલેથી જ નારાજ હતા. કોંગ્રેસના વરિષ્ઠ મોવડીમંડળે તેમની નારાજગીને ગણકારી નહોતી અને કુમારસ્વામીને સમર્થન આપીને સરકાર રચવામાં ભાગીદારી કરી હતી. કર્માટકમાં રાજકીય સંકટની શરૂઆત ત્યારે જ થઈ હતી , જયારે 4 જૂન, 2019ના જેડીએસ અને કોંગ્રેસના 122 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. 
      હજી પણ કર્ણાટકમાં સ્થિર સરકારનું ષશાસન કયારે સ્થાપિત થશે , એના વિષે રાજકીય વિશ્લેષકો શંકા- વ્યક્ત કરી રહ્યા છે.