કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી ઉવાચ- કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મહેરબાનીને લીધે મને સત્તા મળી છે,   અેમને પૂછ્યા વિના હું હું કોઈ પણ નિર્ણય ના લઈ શકું…

0
845

 

ભાજપ, કોંગ્રેસ અને જેડીએસના સત્તા મેળવવા માટે થયેલા તમાશા બાદ કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર કર્ણાટકમાં સત્તા પર આવી છે. જેના મુખ્યપ્રધાન પદે જેડીએસના આગેવાન વિધાયક કુમારસ્વામીએ ચાર્જ સંભાળ્યો છે. તાજેતરમા ખેડૂતોના આગેવાનો સાથે યોજવામાં આવેલી બેઠકમાં બોલ તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રસ પક્ષના આગેવાનો સમક્ષ તમારી સમસ્યાની રજૂઆત કરીશ, પણ તેમની અનુમતિ લીધા વિના હું કોઈ જ નિર્ણય નહિ લઈ શકું. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસનમા પ્રમુખ રાહુલ ગાંધીની કૃપાને લીધે જ મને કર્ણાટકનું મુખ્યપ્રધાનપદ મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં તેમણે જનાદેશ માગ્યો હતો પણ તેમણે સરકાર રચવા માટેનું સંખ્યાબળ ન મળતા એ જનાદેશ અપૂર્ણ રહ્યો હતો.મારા જેડીએસ પક્ષે આ સરકારની રચના કરી નથી. પણ કોંગ્રેસના સાથ- સહકાર મળવાથી હું આ સરકાર રચી શક્યો છું. હું કોંગ્રસના ઉપકારથી  સ્થાને છું, એટલે એમનો આદેશ મારે માનવો જ રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here