કર્ણાટકના પીઢ કોંગ્રેસી નેતા શિવકુમારની ધરપકડઃ કર્ણાટકમાં શરૂ થયેલા હિંસક તોફાનો અને બંધનું એલાન 

0
338
Twitter

    કોંગ્રેસના રક્ષક અને કુબેર ગણાતા કર્ણાટકના કોંગ્રેસી નેતા ડી. કે. શિવકુમારની ગઈકાલે રાત્રે ઈડીએ ધરપકડ કર્યા બાદ તેમના સમર્થકો શેરીઓમાં ઉતરી પડ્યા હતા. શાળા- કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. માર્ગ પરિવહન નિગમની બસ પર શિવ કુમારના સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો. મની લોન્ડ્રિંગ કેસમાં પકડાયેલા ડી. કે. શિવકુમારને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમની ધરપકડના  સમાચાર લોકોમાં ફેલાતા ઠેર ઠેર હિંસક તફાનો શરુ થયા હતા. તોડફોડ અને મારામારીની ઘટનાઓ થવા માંડી હતી. તેમની ધરપકડ રાજકારણ પ્રેરિત હોવાનું કોંગ્રેસના નેતાઓે જણાવ્યું હતું