
અનેક ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાનો વાર્ષિક વીમો આપવાની નમો કેર યોજના હવે 15મી ઓગસ્ટના દિવસથી દેશના 11 રાજ્યોમાં લાગુ કરવામાં આવી રહી હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટના દિને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતાં એની જાહેરાત કરે એવી સંભાવના છે. દેશના જે જે રાજ્યોમાં આ નમો કેર યોજના શરૂ કરવામાં આવશે તેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મણિપુર, આંધ્રપ્રદેશ, ત્રિપુરા, અરુણાચલપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દીવ- દમણનો સમાવેશ થાય છે.અાયુષ્યમાન ભારત- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન ( એબી- એનએચપીએમ)ના મુખ્ય અધિકારી ઈન્દ્રભૂષણના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત રાજ્યોના પસંદગી પામેલા જિલ્લાઓની આશરે 100 જેટલી હોસ્પિટલોમાં આ મિશન શરૂ કરી દેવામાં આવશે. આ યોજનાના લાભાર્થીઓ હોસિપટલમાં જઈને મફત ઈલાજ કરાવી શકશે. આગામી 2 ઓકટોબર સુધીમાં મોટાભાગના રાજ્યોમાં બધા જિલ્લાઓમાં આ યોજનાનો પ્રારંભ થઈ જશે. આનામાટે લાભાર્થી વ્યક્તિએ મંત્ર્યાલય તરફથી મોકલવામાં આવેલ પત્ર પોતાની સાથે લઈને જવું પડશે. જે લોકોને આવો પત્ર ન મળ્યો હોય, પણ લાભાર્થીની યાદીમાં તેમનું નામ હોય તેો આધાર કાર્ડ અથવા બીજુ કોઈ સરકારમાન્ય ઓળખપત્ર બતાવીને પોતાનો મફત ઈલાજ કરાવી શકશે.