કરુણાનિધિના મોટા પુત્ર એમ કે અલાગિરી દ્રમુકમાં  સ્ટાલિનના નેતૃત્વને સ્વીકારવા તૈયાર છે..

0
700

તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને દ્રમુકના પ્રમુખ કરુણાનિધિના નિધન બાદ  તેમના નાના પુત્ર સ્ટાલિનને ડીએમકેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કરુણાનિધિના મોટા પુત્ર એમ કે અલાગિરીને 2014માં કરુણાનિધિએ જ ખુદ પાર્ટીમાંથી બરતરફ કર્યા હતા. હવે તેમનું ઉગ્ર વલણ નરમ પડી રહયું છે. તેમણે તાજેતરમાં જણાવ્યું હતુંકે, જો ડીએમકે પક્ષ મને પરત લેશે તો હું સ્ટાલિનના નેતૃત્વને સ્વીકારવા તૈયાર છું. કરુણાનિધિએ 2014માં જ સ્ટાલિનને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા  હતા. તેમણે 2017માં સ્ટાલિનને ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા હતા.