કરીના કપૂર કરણ જોહરની આગામી ફિલ્મમાં ભૂમિકા ભજવશે

0
893

જાણીતા નિર્માતા – નિર્દેશક કરણ જોહરની ફિલ્મ કભી ખુશ કભી ગમમાં કરીના કપુરે ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ કરણની ફિલ્મ કલ હો ના હોમાં કરણે એને હીરોઈનની ભૂમિકા માટો ઓફર કરી હતી. પણ કરીના કપૂરે એને નકારી કાઢી હતી. ત્યારબાદ કરણે પ્રીતિ ઝિન્ટાને એ ભૂમિકા આપી હતી. પરંતુ હવે કરણ જોહર એક નવી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. જેની વાર્તા એણે કરીનાને સંભળાવી હતી. જે કરીનાને ગમી હતી  એટલે હવે કરીના પુનઃ કરણની ફિલ્મમાં કામ કરશે એવું બોલીવુડના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.