કરીના કપુરની ફિલ્મ વીરે દી વેડિંગ પહેલી જૂને રિલિઝ થશે

0
863

 

ઘણા લાંબા સમય  બાદ પુન ફિલ્મક્ષેત્રે સક્રિય બનેલી અભિનેત્રી કરીના કપુરની ફિલ્મ વીરે દી વેડિંગ આગામી જૂનની પહેલી તારીખે પ્રદર્શિત કરાશે એવું જણાવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી સોનમ કપુર અને સ્વારા ભાસ્કર પણ ભૂમિકા ભજવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જાણીતા ફિલ્મ દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ એક નવી ફિલ્મની યોજના બનાવી રહ્યા છે , જેમાં કરીના કપૂર મહત્વની ભૂમિકા ભજવશે એવી માહિતી ફિલ્મ ક્ષેત્રના જાણકારો દ્વારા મળી હતી. વિશાલ ભારદ્વાજની સફળ ફિલ્મ ઓમકારામાં કરીના કપુરે ભૂમિકા ભજવીહતી. તેમની ભૂમિકાની સિનેરસિકોએ ખૂબ પ્રશંસા કરી હતી. કરીના કપુરની ગણના બોલીવુડની પ્રથમ હરોળની અભિનેત્રીમાં કરવામાં આવે છે. બોલીવુડની ખાન ત્રિપુટી આમીર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે કરીનાએ ભૂમિકા ભજવી છે. કરીના કપુરને વૈવિધ્ય ધરાવતી પડકારરૂપ ભૂમિકાઓ ભજવવું ગમે છે.