કરણ જોહર એની ઐતિહાસિક ફિલ્મ તખ્ત માટે ખૂબ મહેનત કરી રહ્યો છે…

0
850
Photo: Karen Johar-Twitter

કરમ જોહર  નિર્મિત મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકનો ટિકિટબારી પર સાવ ધબડકો થયા પછી કરણ જોહરની ઊંઘ હરામ થઈ ગઈ છે. એની મલ્ટીસ્ટારર આગામી ફિલ્મ તખ્તમાં રણવીરસિંહ, વિકી કૌશલ, કરીના કપુર જેવા અને કલાકારો છે. હવે કરણ ફિલ્મની  કથા અને પ્રસંગોને નવેસરથી તૈયાર કરી રહ્યો છે. કરણને મનમાં ભય બેસી ગયો છેકે જો એની આ ફિલ્મના પણ કલંક જેવાજ હાલ થયા તો એને અપરંપાર આર્થક નુકસાની સહન કરવી પડશે. આટલા વરસોની મહેનત અને બોલીવુડમાં જે નામ, દામ અને પ્રતિષ્ઠા મેળવી છે  એબધું જતું રહેશે. આથી કરણ જોહર એ અંગે કશું જોખમ લેવા નથી માગતો. શક્ય હોય તે બધાજ પ્રયાસો કરીને એ તખ્ત ફિલ્મને સફળતા અપાવીને જ જંપશે