કરણ જોહરની ફિલ્મમાં કિયારા અડવાણી ભૂમિકા ભજવશે, કરણે ધર્મા પ્રોડકશન્સની બીજી ફિલ્મમાં પણ કિયારાને તક આપી.

0
818
Photo: twitter

કરણ જોહરે કિયારા અડવાણીને પોતાની વધુ એક ફિલ્મમાં ભૂમિકા ભજવવાનો મોકો આપ્યો છે. ધર્મા પ્રોડકશન્સના નેજા હેઠળ બની રહેલી આ ફિલ્મમાં તેની સાથે હીરોની ભૂમિકા સિધ્ધાર્થ મલહોત્રા ભજવશે. તાજેતરમાં જ ફિલ્મ નિર્માતાએ આ જોડીને લઈને પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં અભિનેતા સિધ્ધાર્થ મલહોત્રા કારગિલ યુધ્ધના હીરો વિક્રમ બાત્રાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ પણ એક બાયોપિક છે. આ ફિલ્મને વિષ્ણુ વર્ધન ડિરેકટ કરશે. જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ભારતના સૈન્યના આ બહાદુર જવાનનું નામ સાંભળીને જ દુશ્મન દેશના સૈનિકો થરથર કાંપતા હતા. તેને દુશ્મન સૈન્યના જવાનો શેરશાહ નામથી બોલાવતા હતા. આથી આ ફિલ્મનું નામ પણ શેરશાહ રાખવામાં આવ્યું છે.